એલન મસ્કે કારકિર્દીની શરૂઆતમાં અમેરિકામાં વર્ક વિઝા વગર “ગેરકાયદે” કામ કર્યું હતું
એલન મસ્કે કારકિર્દીની શરૂઆતમાં અમેરિકામાં વર્ક વિઝા વગર “ગેરકાયદે” કામ કર્યું હતું
Blog Article
વોશિંગ્ટન પોસ્ટના એક રીપોર્ટ મુજબ, ગેરકાયદે માઇગ્રન્ટસના મજબૂત ટીકાકાર અને ઘણા વર્ષોથી માઇગ્રન્ટ્સને હુમલાખોરો અને ક્રિમિનલ્સ તરીકે દર્શાવનાર ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક એલન મસ્કે તેમની કારકિર્દીની શરૂઆતમાં અમેરિકામાં રહીને મંજૂરી વગર “ગેરકાયદે” કામ કર્યું હતું. રીપોર્ટ મુજબ, સાઉથ આફ્રિકન મૂળના મસ્કે 1995માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી તેમની પ્રથમ કંપની, Zip2 માટે કામ કરવા માટે ચાર વર્ષ સુધી અભ્યાસ છોડી દીધો હતો. ત્યાર પછી તે કંપની અંદાજે 300 મિલિયન ડોલરમાં વેચાઈ હતી. આ સમય દરમિયાન, તેણે યોગ્ય મંજૂરી લીધા વગર કામ કર્યું હતું. મસ્કના બે ભૂતપૂર્વ સાથીઓએ પણ જણાવ્યું હતું કે મસ્કને 1997ની આસપાસ અમેરિકામાં કામ કરવાની મંજૂરી મળી હતી. મસ્ક, અમેરિકામાં વિદેશી વિદ્યાર્થી હોવાને કારણે નિયમો મુજબ કંપની બનાવવા માટે તે અભ્યાસ છોડી શકતા નથી. રીપોર્ટમાં વધુમાં જણાવ્યા મુજબ, અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર વધુ સમય સુધી રોકાવું એ મોટાભાગના કિસ્સાઓમાં સામાન્ય બાબત છે, જોકે, તે હજુ પણ ગેરકાયદે છે.